Garavi Gujarat

મનનો માણીગર ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

-

ગતાંકથી શરૂ...

સૌને ખબર હતી કે કોઈક તો છ,ે કોઈ એને મળવા આવે છે પણ કોણ એની કોઈને ખબર ન પડી. હવે સુધા અને મોતીને બહાર મળવાની જરૂર નહોતી. જગત આખું નનંદ્ામાં સરે એ પછી મોતી એને મળવા આવતો. એ દિવસે સુધાનો ચાલીસમો જન્મદિન હતો. ગજબની મિહોશીમાં રાત પસાર થઈ. મોતી હંમેશા એ બ્ાઉન સુટમાં જ આવતો. એ પહેલાં પણ સોહામણો હતો અને આજે પણ એટલો જ સોહામણો લાગતો હતો, ફક્ત એના કાન પાસેના વાળમાં જરા સફેિી ધાર પકડાઈ હતી પણ એનાથી તો એ વધુ ધ્્યાનાકર્્ષક લાગતો. સુધા એની પર વારી જતી.

સુધાના પચાસમા જન્મદિને પણ એ જ બ્ાઉન સુટ પહેરીને આવ્્યો હતો. હવે એના હાથમાં સુધાને ભેટ આપેલી વૉદકંગ સ્્ટટક રહેતી. એનાથી મોતી વધુ દિલકશ લાગતો અને સુધા અનત સુંિર.. મોતીને જોઈને સુધાના દિલના તાર રણઝણી ઉઠતાં. લગ્ન વગર એ એની વધુ નજીક થતી ગઈ. એમનો સંસાર હંમેશા મહેકતો, ચહેકતો રહ્ો.

હવે સુધા હેડ ્ટટેનો બની ગઈ પણ એની ઓદફસમાં એક ઘટના બની. એનો મેનેજર બિલા્યો.

તપેલા તાંબા જેવો વાન, બિસૂરત ચહેરો, હંમેશા જાણે નશામાં હો્ય એવી આંખો, મોટું નાક, લટકી ગ્યેલા ગાલ, બોલે તો તળાવના િેડકા જેવો સૂર. હેડ ્ટટેનો હોવાના લીધે સુધાને આખો દિવસ નવા મેનેજરની કને બનમાં બેસીને કામ કરવું પડતું જે એને ક્્યારે નહોતું ગમતું. એને જોઈને સુધાને સતત એવું લાગતું કે એને ક્્યાંક જો્યેલો છે. ક્્યાંક એ મળી છે. ક્્યાં એ ્યાિ નહોતું આવતું. એની કોઈ એક નહલચાલ એવી હતી જે નપતાના કોઈ નમત્રના પદરવારમાં, ભાઈના ભાઈબંધોમાંથી કે કોઈકને મળતી આવતી જે સુધાને બેચેન બનાવી િેતી.

એ દિવસે પહેલી તારીખ હતી. મેનેજર પગારપત્રક લઈને બેઠો હતો. આજે એણે સુધાને રોકી હતી. કને બનના કબાટમાંથી એણે સ્વ્હ્ટકીની બોટલ કાઢી. એક ગ્લાસમાં પેગ ભ્યયો અને નનરાંતે પોતાની ખુરશીમાં ગોઠવા્યો. સુધા અકળાઈ. મેનેજરે હળવેથી એના હાથને ્ટપશ્ષ ક્યયો. સુધા છળી ગઈ. એની નચંતા ક્યા્ષ વગર મેનેજર બોલ્્યો,

“આજે તારી ફાઈલ મારા હાથમાં આવી તો ખબર પડી કે તું આ ઓદફસની સૌથી જૂની અને ઉચ્ચ પગારિાર વ્્યનક્ત છો. તારું નામ સુધા છે ને?”

સુધાને નવાઈ લાગી, આટલા સમ્યથી કામ કરે છે અને આજે નામ પૂછે છે?

“તારા નપતાનું નામ જીવનરામ છે?”

હવે સુધાને ચીઢ ચઢી. ફાઈલમાં બધો ઉલ્ેખ છે અને આ માણસ કરે છે શું? એ બહાર નીકળવા

ખુરશીમાંથી ઊભી થઈ.

“બેસ, બેસ સુધા, મેનેજરે નવનંતીના સૂરમાં કહ્યં. “તું તારા નપતા સાથે નજનિાં મહોલ્ામાં રહેતી હતી ને?”

“હા,” એકાક્ષરી જવાબ આપીને સુધા ચૂપ થઈ ગઈ.

“હું એક દિવસ તારા ઘેર આવ્્યો હતો, તને જોવા, તારી સાથે વાતો કરી હતી. પહેલાં મેં તને જોઈ ત્્યારે તું આવી ખૂબસૂરત તો નહોતી. સાવ મામૂલી િેખાતી હતી.”

“ક્્યારે?” સુધાએ અકળાઈને પૂછ્્યું. એને આ બિસૂરત મેનેજરની સામે વધારે બેસવાની જરા્ય મરજી નહોતી.

“હું મોતી છું.” સુધા ્ટતબ્ધ.

“તારી સાથે લગ્ન ન કરીને મેં મારી બિનસીબી વહોરી લીધી. હંુ સમજી શક્યો નહીં કે બાહ્ િેખાવની અંિર એક અલગ વ્્યનક્તત્વ હો્ય છે એ હું સમજી શક્્યો નહોતો. હું ્યુવાન હતો, આકર્્ષક હતો સાથે ગોરા રંગ અને િોલતનો લોભી હતો. મારી પત્ી ગોરી ચામડી અને િોલત લઈને આવી હતી પણ એ બિનમજાજ, મગરૂર તો હતી જ સાથે બેવફા પણ નીકળી. થોડા વર્યોમાં પાંચ સંતાનો થ્યાં પણ એમાંના મારા કેટલા એ મને ખબર ન પડી. મારી વ્્યથા ઓછી કરવા હું શરાબ પર ચઢ્ો. અન્્ય ્ટત્રીઓ પાસે જવા માંડ્ો. ધીમે ધીમે શરાબનું ઝેર, બીમારી મારા શરીરમાં ફેલાવા માંડ્ાં. ઉંમર કરતાં હું વહેલો ઘરડો થઈ ગ્યો. હવે તો એ મરી ગઈ

છે પણ મારી આંખો ખુલી ગઈ. વાંક મારો હતો કે મેં એક હીરાને પત્થર સમજીને છોડી િીધો અને કથીર હતું એને સોનું માનીને ્ટવીકારી લીધું. હું જીવનભર પ્ેમ માટે તરસતો રહ્ો. તું મારી સાથે લગ્ન કરીશ, તું મને એ પ્ેમ આપીશ જેના માટે આખું જીવન વલખાં મારતો રહ્ો.” મોતી શરાબનો ગ્લાગ હાથમાં પકડીને બોલતો રહ્ો અને સુધા એને ફાટી આંખે જોતી રહી. સુધાને ચીસો પાડીને કહેવું હતું કે,

“હવે, બિસૂરત બનીને, ભ્યંકર બીમારીઓનો નશકાર બનીને તું આવ્્યો? તને ક્્યાં ખબર છે કે આખું જીવન મેં તને સમપ્ષણ કરી િીધું. મારી જુવાની તારી પર ઓવારી િીધી. તારા નવચારોમાં રાચતી રહી. તારા એક ્ટપશ્ષ માટે, એક નજર હું મરી પડતી. આખું જીવન એકલી તારી છા્યા સાથે ચાલતી રહી. અંધારા પાકયોમાં બેસી રહી, જાતે પૈસા ખરચીને તારી પાસેથી સાડીઓની ભેટ લેતી રહી. બાજુની સીટ ખાલી રાખીને તારી સાથે દફલ્મો જોતી રહી, મારું કુંવારું જીવન તારા નામ પર કરી િીધું, તારા નામની ચૂડી-ચાંિલો ક્યા્ષ, સેથાંને નસંિૂરથી સજાવ્્યું. ક્્યારે્ય તારી પાસેથી કશું ન માંગીને્ય ઘણું બધંુ મેળવતી રહી, કેટલી ખુશ હતી, કેટલી મગ્ન હતી હું મારામાં અને તારા નવચારોમાં, ન તારી પાસે શાિી કે સુહાગરાતની માંગણી કરી કે ન સંતાન સુખની વાત કરી અને તેમ છતાં હું બધું જ માણતી રહી. બસ એક તારો ખ્્યાલ, તારો નવચાર જે સતત મારામાં જીવ્્યો એને હું સાથે લઈને ચાલી અને હવે તું મારા રચેલા ્ટવગ્ષને નરકની નચતામાં હોમવા આવ્્યો?”

પણ સુધા મોતીને કશુંજ કહી ન શકી. એ ટેબલ પર માથું ઢાળીને રડતી રહી, રડતી રહી. મોતી એના હાથનો ્ટપશ્ષ કરવા ગ્યો તો ગુ્ટસાથી એનો હાથ ઝટકાવીને ઊભી થઈ બહાર નીકળી ગઈ. મોતી એને બોલાવતો રહ્ો પણ એ ભાગતી રહી. ર્ટતા પર અંધારું હતું., એ અંધારામાં પણ ભાગતી રહી. અટક્્યા વગર એ આનસફ અલી પાક્કમાં પહોંચી જ્્યાં એણે મોતી સાથે કલાકો પસાર ક્યા્ષ હતા એ બેંચ પર જઈને બેઠી, ખૂબ રડી.

“વ્્યથ્ષ છે, બધું જ વ્્યથ્ષ છે. હવે મારા સપનાનો રાજકુંવર, મારા મનનો માણીગર ક્્યારે્ય નહીં આવે”

અને એ હવે એક નવધવા છે એવી ખાતરીથી, એવી નનશ્ચલતાથી એણે પોતાના ભાલેથી સુહાગનો ચાંિલો અને સેંથીમાંથી નસંિૂર ભૂંસી નાખ્્યું. બેંચ પર હાથ પછાડીને ચૂડીઓના ટુકડે ટુકડાં કરી નાખ્્યાં.

મન્્ટટોના સમકાલિન એવા, પ્રગલતશીિ લવચારધારા ધરાવતા લિંદી, ઉદ્દદૂ કથાકાર કૃષ્્ણ ચંદરની વાતાદૂ’ શાિજાદા’ પર આધારરત

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom