Garavi Gujarat USA

એહશયા કપની છેલ્ી મેચમાં અફઘાહનસ્તાન સામે ભારતનો ૧૦૧ રને હિજય

-

પીઢ બેટ્સમેન, ભૂતપૂવ્ષ સુકાની નવરાટ કોહલીએ ત્રણ વર્્ષના લાંબા ગાળા પછી સૌપ્રથમ સદી મારી પાછા ફોમ્ષમાં આવ્યાનું જાણે એલાન કયુું હતું. એનશયા કપની ફાઈનલમાં નહીં પહોંચી શકેલી ભારતીય ટીમે સ્પધા્ષની અંનતમ મેચમાં અફઘાનનસ્તાન સામે 101 રને આવિાસનરૂપે જંગી નવજય નોંધાવ્યો હતો. આ મેચના પકરણામથી જો કે બન્ેમાંથી કોઈ ટીમને કોઈ ફરક પડવાનો નહોતો.

ગયા સપ્ાહે ગુરૂવારે દુબઈમાં રમાયેલી આ મેચમાં કોહલી અને રાહુલ ઓપનનંગમાં આવ્યા હતા અને બન્ેએ 119 રનની જબરજસ્ત ભાગીદારી કરી હતી. રાહુલ 62 રન કરી આઉટ થયો હતો, તો એના સ્થાને આવેલો સૂય્ષકુમાર યાદવ ફક્ત છ રન કરી નવદાય થયો હતો. એ પછી આવેલા ઋર્ભ પંતના ભાગે તો ખાસ કઈં કરવાનું આવ્યું જ નહોતું. સાત ઓવરમાંથી તેને ફક્ત 16 બોલની જ બેકટંગ મળી હતી, જેમાં તેણે 20 રન કયા્ષ હતા. ગુરૂવારનો કદવસ જાણે કોહલીનો જ હતો. ભૂતપૂવ્ષ સુકાનીએ 200ના સ્ટ્ાઈક રેટથી 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે અણનમ રહી 122 રન કયા્ષ હતા. ટી-20 ફોમગેટમાં કોહલીની આ પહેલી સદી હતી. તેણે અડધી સદી સુધી પહોંચવામાં 32 અને પછી સદી સુધી પહોંચવામાં ફક્ત 53 બોલ લીધા હતા.

ભારતે પ્રથમ ૧૦ ઓવરમાં ૮૭ રન અને બીજી ૧૦ ઓવરમાં ૧૨૫ રન કયા્ષ હતા, જેમાંથી છેલ્ી પાંચ ઓવરમાં તો ૭૮ રન ઝુડી નાખ્યા હતા.

એ પછી, અફઘાનનસ્તાનની ઈનનંગમાં ભૂવનેવિર કુમારે તરખાટ મચાવ્યો હતો અને પહેલી જ ઓવરમાં ત્રણ નવકેટ ખેરવી હરીફ ટીમને હચમચાવી દીધી હતી. ભૂવીએ એકંદરે ચાર ઓવરમાં એક મેઈડન સાથે ફક્ત ચાર રન આપી પાંચ નવકેટ ઝડપી હતી. અફઘાનનસ્તાન પણ એક તબક્ે ૯ રનમાં ચાર અને પછી ૨૧ રનમાં છ નવકેટે દયાજનક સ્સ્થનતમાં મુકાયું હતું, પણ એ પછી બાકીના બેટસ્ષ ૮ નવકેટે ૧૧૧ રન સુધી ખેંચી ગયા હતા. એમાં ઈબ્ાનહમ ઝાદરાનના અણનમ 64 મુખ્ય હતા.

Newspapers in English

Newspapers from United States