Garavi Gujarat USA

શત્રુને નહીીં શત્રુતાને મારો

-

એક નાનકડા ગામમાં એક સામાન્ય પકરવારનો છોકરો ભણીગણીને ડોક્ટર થયો. એ ગામમાં કોઇ ડોક્ટર ન હતો. એટલે એ છોકરાના વપતાએ પોતાના પુત્રને ગામમાં જ દવાખાનું કરી લોકોની સેવા કરવાનું જણાવ્યું.

અને એ પુત્રે ગામમાં જ રહી વબમાર લોકોની સારવાર કરવાનું શરૂ કયુું. હવે તેના સગા કાકા સાથે તેના વપતાને વષષો જૂનું વેર હતું. એ બે ભાઇઓને દરેક વાતમાં વાંધા પડે એટલે બંને વચ્ે કોઇ વહેવાર જ ન હતો. આ ડોક્ટર છોકરાને તેના વપતા કહેતા કે, તારો કાકો ખરાબ છે, કોઇ સંબંધ રાખીશ નહીં. કોઇ મદદ કરીશ વહીં વવગેરે વવગેરે...

એટલે છોકરાના મનમાં પણ વેરઝેરના બીજ રોપાયાં હતાં. પણ તે સેવાભાવી અને સમજુ હતો. એટલે ગામમાં લોકવરિય થઇ ગયો.

એક વાર તેના કાકા જ ગંભીર માંદગીમાં પટકાયા, એટલે ડોક્ટરની જરૂર પડી. પોતાનો ભત્રીજો જ ડોક્ટર હોવા છતાં લોકોએ જ કહ્યં કે, આ તમારો ભત્રીજો સારો ડોક્ટર છે, તે દવા કરોને ? એ સેવાભાવી છે. એને બોલાવો તો જરૂર આવશે.

દરવમયાન એ ડોક્ટરના વપતા તો ગુજરી ગયા હતા. એટલે કાકાએ બોલાવતાં એ ડોક્ટર ભત્રીજો તેમના ઘેર ગયો. અને કાકાની સારવાર શરૂ કરી. રોજ કાકાને ઘેર જઇ દવા આપતો, અને તપાસ કરતો.

આમ કરતાં કાકા સાથે આસ્ત્મયતા વધી કાકાને થયું કે, આ મારો જ છોકરો છે, મારા ભાઇનો છોકરોલ મારા છોકરા કરતાંય સવાયો નીકળ્યો. એના હૃદયમાં કોઇ વેરઝેર નથી. એ છોકરાની દવાથી કાકા સાજા થઇ ગયા. અને ખુશ થયા. પોતાની અડધી વમલ્કત એને લખી આપી, પણ ભત્રીજાએ એ લેવાની ના પાડી. અને બંને પકરવાર વચ્ેનું જૂનું વેર મટી ગયું. વેર કે શત્રુતાનું નામ જ ન રહ્યં. કાકા પણ પોતાના ભાઇની જૂની વાતો ભૂલી પોતાના ભત્રીજા સાથે સંબંધ વધાયષો અને આશીવા્યદ આપ્યા.

આમ તબીબ યુવાને શત્રુને મારવાને બદલે શત્રુતા જ ખતમ કર નાખી. રિેમ અને સદભાવથી શત્રુને પણ પોતાના કરી શકાય છે. શત્રુને મારવાથી શત્રુતા મરે નહીં, માટે શત્રુતાને મારોસ, શત્રુતા મરે તો શત્રુ જ રહેતો નથી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States